વિકાસનો પર્યાય એટલે શ્રીમતી ગોમતી બેન રાજેશભાઈ સોનારા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે હાલ આંબલીયારા ગ્રામ પંચાયત ની અંદર પૂર્વ સરપંચ ગાંગા ભાઈ વસા ભાઈ સોનારા દ્વારા શ્રીમતી ગોમતી બેન રાજેશભાઈ સોનારા નુ ફોર્મ ભરવામાં આવ્યું છે અને તેમનું નિશાન છે કિટલી તેઓ 2017 થી 2021 સુધી સરપંચ રહી ચૂક્યા છે તે દરમિયાન તેમણે અનેક જેટલા વિકાસના કામો કર્યા છે ત્યારે ફરી ગામલોકોના આગ્રહ સાથે તેમણે ફરી એક વખત શ્રીમતી ગોમતી બેન રાજેશભાઈ સોનારા ને પંચાયતમાં સરપંચ ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે અઢારે આલમની માંગણી તેમજ દિલની લાગણી સાથે તેઓ ઉમેદવારી નોંધાવી અને હાલ પ્રચાર પ્રસારમાં તમામ સમાજના આગેવાનો સાથે જોડાઈ તેમને મદદરૂપ થવા લાગ્યા છે ત્યારે આજરોજ તેમના નિવાસ સ્થાને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિકાસના એજન્ડાને જાહેરાત કરી હતી કે
આગામી દિવસોમાં આંબલીયારા ગામ ને ઉચ્ચકક્ષાની તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તેમાં લોકોને પ્રથમ પ્રાથમિક સુવિધાઓ ઉતરોતર પ્રગતિ અને આરોગ્ય શૈક્ષણિક જેવી તમામ સુવિધાઓ આપવાની ટેક લીધી છે તેમજ ગામમાં વિકાસનાં જે કામો છેલ્લા પાંચ વર્ષથી સ્થગિત થઈ ગયા છે તેમને પુરી જોરથી આગામી એક જ વર્ષમાં પૂરા કરવાની બાંહેધરી પણ આપી છે ગ્રામ લોકો ની વિશ્વાસ પ્રમાણે વિકાસ નું બીજું નામ એટલે શ્રીમતી ગોમતી બેન રાજેશભાઈ સોનારા અને ગામના વિશ્વાસને સંપૂર્ણ કૃતાર્થ કરવા માટે હર હંમેશ બોલવા કરતાં વધુ કામ કરવાની ગુણવત્તા ધરાવતા આ સેવાકીય તેમજ લોક સેવા ના માધ્યમથી તેઓ લોકોને પોતાની સેવા માટે તૈયાર હોય શ્રીમતી ગોમતી બેન રાજેશભાઈ તથા તેમની પેનલ ને બહુમત સી વિજય બનાવે તેવી તેમની તથા તેમની પેનલની આશા વ્યક્ત કરી હતી.

















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.