રોટરી કલબ ઓફ આદિપુર દ્વારા પોલીસ સ્ટેશન મધ્યે મેડીકલ કેમ્પ યોજાયો
ગાંધીધામ તાલુકાના આદિપુર પોલીસ સ્ટેશન ખાતે રોટરી કલબ ઓફ આદિપુર દ્વારા મેડીકલ કેમ્પ યોજવામા આવ્યો હતો. મેડીકલ કેમ્પમાં બીપી ડાયબીટિશ વગેરે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા. રોટરી કલબ ઓફ આદિપુરના પ્રેસિડેન્ટ હરદેવસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મેડીકલ કેમ્પને સફળ બનાવવા ડોકટર બબીતાજી, ડોકટર સીજું, ડોકટર ઘોંડે વગેરે દ્વારા સહયોગ આપવમાં આવ્યો હતો. આ કેમ્પમાં રોટરી કલબ ઓફ આદિપુરના પ્રેસિડેન્ટ હરદેવસિંહ જાડેજા, પીઆઈ એચ.કે. હુંબલ, પીએસઆઇ હરેશકુમાર તિવારી, ઈચ્છાબેન મંગતાણી,જખાભાઈ, અલ્કેશ મોદી, સરીફ ખત્રી, ઘનશ્યામ આહિર, સંદીપ શાહ, ઋષિરાજ ચુડાસમા, સ્વાતિ શાહ, રતન સીજુ, રીટા કેલા, સીમા ક્રીપલાણી, ઊપસ્થિત રહ્યા હતા
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.