સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ બાદ આજે મતદારોનું સમર્થન મેળવવા ભચાઉ તાલુકા આંબલીયારા ખાતે સરપંચ પદના ઉમેદવાર શ્રીમતીગોમતી બેન રાજેશ ભાઈ સોનારા દ્વારા સમર્થન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગામના અઢારે આલમના લોકો સાથે જોડાયા હતા રેલીની અંદર લગભગ ૭૦૦ થી વધુ લોકોએ જાહેર સમર્થન કરતા અન્ય ઉમેદવારોને ચમકારો થાય તેવી મહારેલી જોવા મળી હતી જન્મ સમર્થન જ પ્રતિસાદ જે પ્રમાણે તેમની સાથે જોવા મળ્યો હતો તે આવનારા દિવસો શ્રીમતી ગોમતી બેન રાજેશ ભાઈ સોનારા માટે સુવર્ણ હોય તેવું લાગી રહ્યું હતું.ગાંગા ભાઈ દ્વારા પૂર્વ સમયે કરેલ વિકાસના કામોને લોકો સમજી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ વિકાસ ઈચ્છતા હોય તેવા લોકોના સમર્થનથી આ જ રેલી મહારેલીમાં તબદીલ થઇ હતી અને લોકો જાહેર સમર્થનમાં આવી નીકળેલી રેલીમાં સહભાગી બન્યા હતા: રિપોર્ટ બાય મહેશ આહીર

















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.