ભચાઉ શહેર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આહીર સમાજ ભચાઉ દ્વારા રેઝાન્ગલા યુદ્ધમાં શહીદ થયેલા વીર આહીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તારિખ ૧૮ નવેમ્બર ૨૦૨૨ ના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉ ખાતે ભચાઉ આહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આહીર સમાજના જે વીર જવાનો 1962ના ભારત-ચીન યુદ્ધમાં , રેઝાંગલા કુમાઉ રેજિમેન્ટની 13 કુમાઉ ટુકડી (આહીર ટુકડી )નું છેલ્લું સ્ટેન્ડ હતું. ટુકડીનું નેતૃત્વ મેજર શૈતાન સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું જેમને તેમની બહાદુરી માટે મરણોત્તર પરમવીર ચક્ર પ્રાપ્ત થયું હતું . અહીં ભારતીય અને ચીની દળો વચ્ચેની અથડામણમાં, 123 સૈનિકોની ભારતીય ટુકડીમાંથી 114 આહિર જવાનોએ જવાનોએ પોતાનું જીવ આપ્યો હતો. હરિયાણાના રેવાડી ગામમાં તેમના માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાંથી આ ટુકડીના ઘણા સૈનિકો આવ્યા હતા. આ સ્મારક પર નોંધાયેલું છે કે આ યુદ્ધમાં ચીનના 1300 સૈનિકો માર્યા ગયા હતા. જે ફક્ત ૧૨૩ આહીર યુવાનો એ જ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જે ૧૧૪ આહીર યુવાનો માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દિધા તેમની યાદમાં ભચાઉ કચ્છ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ માં આહીર સમાજ દ્વારા 18 નવેમ્બર ના દિવસે એમને યાદ કરીએ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળના પરમ પૂજ્ય શ્રી કરસનદાસ સ્વામી.રાધેશ્યામ સ્વામી. એ પુષ્પાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં આહીર સમાજના યુવા નંદલાલ આહીર. પ્રભુભાઈ આહીર. સમજીભાઈ આહીર.જીતુભાઇ આહીર. આહીર વિચારિક ક્રાંતિ ગ્રુપ ભચાઉ તાલુકા કન્વીનર દિપકભાઈ આહીર. દશરથભાઈ આહીર.પત્રકાર રાણાભાઇ આહીર. મહેશભાઈ આહીર.વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ ગુરુકુળના સ્ટાફ અને અઢીસો જેટલા વિદ્યાર્થીઓ એ રેઝાન્ગલા યુદ્ધમાં શહીદ થયેલા વીર આહીર જવાનો ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને આહીર શુરવીરો ને યાદ કરવામાં આવ્યા તેમજ તેમના બલિદાનને ગૌરવ પૂર્ણ ઉજવવા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આજના દિવસે સમગ્ર ભારતમાં દરેક જીલ્લામાં, તાલુકામાં અને તમામ ગામડાઓમાં કે જ્યાં જ્યાં આહીરો વસવાટ કરે છે તે દરેક જગ્યાએ એમને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. અને આહીર શોર્ય દિવસ મનાવવામાં આવે છે.
રિપોર્ટ બાય -દિપક આહીર
ભચાઉ કચ્છ
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.