Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Friday, February 3, 2023

જૂનાગઢ જિલ્લાની ૮૬ ગૌશાળા-પાંજરાપોળના પશુ નિભાવ ખર્ચ માટે રૂા.૧.૮૩ કરોડની સહાય


જૂનાગઢ જિલ્લાની ૮૬ ગૌશાળા-પાંજરાપોળના પશુ નિભાવ ખર્ચ માટે રૂા.૧.૮૩ કરોડની સહાય જાહેર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ એક પશુને દૈનિકના નિભાવ ખર્ચ પેટે સરકાર રૂા.૩૦ની સહાય ચુકવશે જૂનાગઢ જિલ્લાની પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી ૮૬ સંસ્થાઓમાં ૬૬૫૮ પશુઓનો કરતો નિભાવ

જિલ્લામાં પાત્રતા ધરાવતી સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં આવરી લેવાશે ત્રણ મહિનાની રૂા.૧.૮૩ કરોડની સહાય ચૂકવાશે જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં પશુના નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં એક પશુને એક દિવસના નિભાવ ખર્ચ પેટે રૂપિયા ૩૦ ચૂકવવામાં આવે છે. આમ, જૂનાગઢ જિલ્લામાં પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી ૮૬ ગૌશાળા-પાંજરાપોળના પશુના નિભાવ ખર્ચ માટે છેલ્લા ત્રણ મહિનાના રૂ.૧.૮૩ કરોડથી વધુ રૂપિયા ચૂકવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે આ સંદર્ભે નાયબ પશુપાલન નિયામક ડો.દિલીપ પાનેરાએ જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળમાં ગાય, ભેંસ વર્ગના પશુઓના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુઓને નિભાવ ખર્ચ પેટે દૈનિક રૂ. ૩૦ ચૂકવવામાં આવે છે. જેમાં પબ્લિક એક્ટ નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળને જ આ રકમ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૬ ગૌશાળા અને પાંજરાપોળ પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી છે. આ પાંજરાપોળ અને ગૌશાળાના પશુને નિભાવ ખર્ચ પેટે રૂપિયા ૧,૮૩,૭૬,૦૮૦ જેવી રકમ ચૂકવી દેવા આદેશ કરવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી ૮૬ ગૌ-શાળા અને પાંજરાપોળમાં કુલ ૬૬૫૮ પશુ નોંધાયેલા છે. અને આ પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળાને રૂપિયા ચૂકવી દેવામાં આવશે. તે ઉપરાંત જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ જે પબ્લિક એક્ટ હેઠળ પાત્રતા ધરાવતી હોય તેમને પણ આગામી સમયમાં આવરી લેવામાં આવશે

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad