ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી. ટીમ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુ.રા , ગાંધીનગરનાઓએ રાજયમાં મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીસ કરી દર્દીઓના જીવ જોખમમાં મુકતા નકલી તબીબો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ કરવામાં આવેલ.જે આધારે અધિક પોલીસ મહાનિદેશક શ્રી , સુરત વિભાગ , સુરત તથા નવસારી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબનાઓએ ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરના કેસો શોધી કાઢવા આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એસ.પલાસ , એસ.ઓ.જી . નવસારીનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આઘારે , આજરોજ તા .૩૧ / ૦૫ / ૨૦૨૧ ના રોજ એ.એસ.આઈ. કિશોરભાઈ ગુલાબભાઈ તથા અ.પો.કો. કિરણકુમાર દિનેશભાઈનાઓને સંયુકત રાહે બાતમી હકિકત મળેલ કે , મોજે અલીફનગર તીઘરા નવસારી તા.જી.નવસારી ખાતે બોગસ દવાખાનું ચાલે છે તેમાં સારવાર આપનાર ડોકટર પણ બોગસ છે.જે બાતમી હકીકત આધારે અત્રેની કચેરી ખાતે ફરજ બજાવતા અ.હે.કો. ભાવેશભાઇ જયમનલાલ તથા અ.હે.કો. દિનેશભાઇ ફુલસીંગભાઇનાઓ તથા અર્બન હેલ્થ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર -૦૧ ના ડોકટર અબ્દુલ્લા ઈબ્રાહીમ શેખનાઓ સાથે મોજે અલીફનગર તીઘરા ખાતે તપાસ કરવામાં આવેલ . સદર જગ્યાએ આરોપી શિવનારાયણ બલીરામ ચૌધરી ઉ.વ ૪૩ રહે . અલીફનગર , તીઘરા , તા.જી.નવસારી , મુળ રહે.ગામ હોલ , તા.પાચોરા , જી.જલગાંવ ( મહારાષ્ટ્ર ) નાઓ પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલની કોઇ માન્યતા પ્રાપ્ત મેડીકલ પ્રેકટીસ અંગેની ડીગ્રી નહી ધરાવતા હોવા છતાં પોતે ડોકટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ સામાન રાખી દર્દીઓને સ્વાથ્યને નુકશાન થાય તથા જીવ જોખમમાં મુકાય તે રીતે મેડીકલ પ્રેકટીસ કરી મેડીકલ દવા અન્ય સાધન સામગ્રી મળી કુલ કિં.રૂ .૨૪૪૪૬.૮૮ / - ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય આરોપીને હાલમાં કોવિડ -૧૯ મહામારી અન્વયે તાબામાં લીધેલ છે.પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૩૬,૪૧૯ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫ તથા ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી તપાસ અર્થે નવસારી ટાઉન પો.સ્ટે . ખાતે સોંપેલ છે :રિપોર્ટ બાય મહેશ આહીર


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.