Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, November 29, 2022

ગાંધીધામ ૦૫ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના પ્રવાસ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચા ની ભચાઉ શહેર મધ્યે બેઠક મળી


 ગાંધીધામ ૦૫ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના પ્રવાસ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચા ની ભચાઉ શહેર મધ્યે બેઠક મળી હતી. જેમાં જંગી બહુમતી થી જીતાડવા માટે નો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ કરમરિયા ભચાઉ મધ્યે લોકસંપર્ક કરી બુધ્ધીજીવી સાથે સંમેલન કરવામાં આવ્યું હતું. બાપા સીતારામ નગર ગાંધીધામ મધ્યે રાવલભાઈ ના ઘરે થી લોકસંપર્ક કરવામાં આવ્યું હતી. ગાંધીધામ મધ્યે ગુરુદ્વારા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખારી રોહર માં લોકસંપર્ક કરી રબારી સમાજ સાથે શુભેચ્છા બેઠક કરી. મેલડી માતાનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સામખીયારી મધ્યે કોળી સમાજ સાથે સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા આદિપુર મધ્યે વિર ભગતસિંહ પ્રતિમા - આદિપુર ને ફુલહાર કરી, મદનસિંહ ચોક થી એંસી લાઈન લોક સમ્પર્ક કરી ત્યારબાદ વોર્ડ 1 કાર્યાલય ઉદ્દઘાટન-અંબે માં મંદિર- છ વાડી કરીને આદિપુર મુખ્ય બજારમાં દરેક દુકાન અને વેપારીઓ નો સંપર્ક કરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ભારતનગર મધ્યે લોકસંપર્ક કરી અન્ય ભાષાભાષી જાહેર સભા અને સંમેલન વોર્ડ-૩ માં કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માલતીબેન મહેશ્વર એ જણાવ્યુ હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ના વિકાસની શરૂઆત કરી ગુજરાત ને નંબર-૧ બનાવી દેશનાં વડાપ્રધાન બન્યા પછી અન્ય રાજ્યોને ગુજરાત ના જેવા વિકસિત બનાવાની શરૂઆત કરી છે. ત્યારે આપણાં સૌની ફરજ બને છે કે કમળને વોટ આપી મોદી સાહેબના હાથ મજબૂત કરીએ તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાતમાં ૧૫૦ સીટો આવે છે અને કચ્છની છ એ છ કમળ સાથે ખીલ્લી ઉઠશે. આપ સૌ મને આશીર્વાદ આપી જંગી બહુમતી થી જીતાડવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં સ્વતંત્રદેવ સિંહ એ જણાવ્યુ હતું કે, ગુજરાત એ સ્વર્ગ છે આપ સૌ બધા ભાગ્યશાળી છો કે સ્વર્ગમાં રહો છો. ઉત્તર પ્રદેશ ભુતકાળ ની વાત કરીને ટાકીયુ હતું કે આમ નાગરિક અને બેન બેટીઓ સુરક્ષિત ન હતા હાલની પરિસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી ની સતા આવ્યા પછી યુ.પી ના મુખ્યમંત્રી શ્રી યોગીજી ના રાજમા સૌ સુરક્ષિત છે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો ને મારા પ્રણામ છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિ માં અનુસુચિત જાતિમાં પેથાભાઈ રાઠોડ, વીરજીભાઈ દાફડા, ગોવિંદભાઇ પાણિયા, અતુલ યાદવ, વશરામભાઇ સોલંકી, કરમરિયાનાં શંકરભાઈ આહીર, નાયાભાઇ આહીર, મોમાયાભાઇ આહીર, વકીલમાં ચમન કણસારા, ભરત ભટ્ટ, સાંજી દરજી, વિક્રમ રબારી, વિશાલ ઠક્કર, બીજલ દાફડા, ડોક્ટરમાં લલિતભાઈ ઠક્કર, આશિષ પટેલ, ધર્મેન્દ્ર ઠક્કર, પ્રવીણ પટેલ, જીતેન્દ્ર ચંદે, બુધ્ધીજીવીમાં નટુભા સોઢા, મોહન પ્રજાપતિ, કોલી સમાજમાં પ્રમુખ શ્રી હીરાભાઈ કોલી, વસંત કોલી, રઘુભાઈ કોલી, જગદીશભાઇ મારજ, રંછોડ ભાઈ આહીર, વાઘજીભાઇ આહીર, જનકસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, ગંગારામ મહારાજ, સામખીયારી ના ચનાભાઇ આહીર, હરિભાઇ આહીર, મુરજીભાઇ આહીર, આદિપુરમાં મોમાયાભા ગઢવી, ધવલ આચાર્ય, પુનિત દૂધરેજિયા, વિજયસિંહ જાડેજા, મનોજ મૂલચંદાની, પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, આદિપુરના વોર્ડ ત્રણે નાં નગરસેવક અને સેવિકાઓ , શક્તિ સયોજકનાં ભરત સાવનાણી, પ્રધ્યુમનસિંહ જાડેજા, મુરજીભાઇ સચદે, વેલજીભાઇ આહીર, વિજય  પરમાર, કનૈયા બસીતા, વૈભવી ગોર, ગીતા સાદીયા, ભારતિબેન જાડેજા, રાજૂ ધારક, ભાષા-ભાષીમાં ઇન્ચાર્જ કમલ શર્મા, સંચાલન ઉમેશ વરમાજી, સહયોગી આવદેશ મિશ્રા, અરવિંદભાઇ તિવારી, પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી યુવા મોરચો ભાજપનાં અભિજીત મિશ્રા, મહેન્દ્ર જુનેજા, એ.કે.સિંઘ, આશિષ પાંડે હરિહર સિંઘ, હરિઓમ શુક્લા, અનિલ સિંઘ, સુરેશ સિંઘ, એસ.એન.દૂબે, અશ્વિની કચ્છાવા, સંતોષ સિંઘ, ધર્મેન્દ્ર સિંઘ, બિપિન સિંઘ, રણજીત સિંઘ, અવદેશ સિંઘ, પવન સિંઘ તથા વિવિધ સમાજોના આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad