સામખિયાળી પોલીસની માનવતા સામે આવી શિક્ષક પરીવારનો માળો વિખરાવતો બચાવ્યો
આજે ખરા બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસના સમયે સામખિયાળી પોલીસ મથક પાસે આવેલ ટોલનાકા પાસે બનાસકાંઠાના વતની અને નખત્રાણા તાલુકાના જીવાપર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા મલયભાઈ ત્રિવેદીની કારને એક ટ્રક ચાલકે અડફેટે લીધેલ હતી. તે કારમા સવાર શિક્ષકના પત્ની અને બે નાના બાળકોએ અકસ્માત થતાં રાડારાડ કરી મુકતા નજીકમા જ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી હાઇવે પર વાહનોની ચેકીંગ કરી રહેલા સામખિયાળી પીએસઆઇ વાય કે ગોહિલ અને સ્ટાફે સતર્કતા દાખવી અકસ્માત કરનાર વાહનને રોકાવી દીધું હતું.
તેમજ આ અકસ્માતમાં પરિવારને વધુ કોઈ ઈજા કે ગંભીર જાનહાની થઈ ન હતી. પોલીસની માનવતા સભર કામગીરીથી પરિવારના સભ્યોમા આનંદ ફેલાયો હતો. આ બાબતે બન્ને પક્ષે સમાધાન થતા પોલીસમા કોઈ પણ પ્રકારની ફરિયાદ થઈ ન હતી. પરંતુ આ બાબતે અકસ્માત સર્જાનાર ટ્રક ચાલકને પોલીસે માનવતાનો અહેસાસ કરાવ્યો હતો. આમ આજે સામખિયાળી પીએસઆઇ વાય કે ગોહિલ અને પોલીસ સ્ટાફના લીધે એક શિક્ષક પરિવારનો માળો વિખરાતો બચાવી એક ઉમદા કાર્ય કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાબિત કર્યું હતું



















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.